દુબઇના મરીનામાં એક લોન્ચ પ્રેઝન્ટેશન દરમિયાન અત્યંત મોંઘા હાઈ હિલ સેન્ડલ રજૂ કરાયા, જેની કિંમત છે ૧.૯૯ કરોડ ડોલર (આપણા ભારતીય રૂપિયામાં આંકડો માંડો તો અંદાજે ૧૪૧ કરોડ). આટલી ઊંચી કિંમત સાંભળીને કોઇ પણ વ્યક્તિને સવાલ થાય કે આ જૂતામાં હીરા-મોતી ટાંક્યા છે કે શું? તો જવાબમાં એટલું જ કહેવાનું કે હા... ‘ધ મૂન સ્ટાર’ નામના સેન્ડલની આ જોડમાં ૩૦ કેરેટના નાના-મોટા હીરા તેમ જ ૧૫૭૬માં આર્જેન્ટિનામાં થયેલા ઉલ્કાપાતનાં ટુકડાં લગાવાયા છે. આ સેન્ડલ ઇટાલીના પ્રસિદ્ધ ડિઝાઇનર એન્ટોનિયો વિટ્રીએ ડિઝાઇન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વીટ્રએ જ બે વર્ષ અગાઉ ૨૪ કેરેટ સોનાના ચપ્પલ પણ તૈયાર કર્યા હતા, જેની કિંમત અંદાજે રૂ. ૨૩ લાખ હતી.