વોશિંગ્ટનઃ આતંકી સંગઠન આઇએસે ભારતમાં પણ પોતાનું સંગઠન સક્રિય કર્યું હતું. જેને આઇએસ-કે એટલે કે ખોરાસણ ગ્રુપ નામ આપવામાં આવ્યું હતું. આ સંગઠન અંગે ખુલાસો અમેરિકાની એક ગુપ્ત રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ આંતકી સંગઠનના આંતકીઓએ ગયા વર્ષે દક્ષિણ એશિયામાં આત્માઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યો. આ માહિતી અમેરિકાની સંસદમાં જાહેર કરવામાં આવી હતી. અમેરિકામાં સ્થિત ભારતીય મૂળના આઇએસ સંગઠન વિશે માહિતી માગી હતી.
જેના જવાબમાં અમેરિકાના નેશનલ કાઉન્ટરટેરરિઝમ સેન્ટરના એક્ટિંગ ડાયરેકટર રસલ ટ્રાવેસરે જણાવ્યું હતું કે, ભારતમાં આઇએસએનો પગ પેસારો ચિંતાજનક બાબત છે, જોકે આ સંગઠન દ્વારા ગયા વર્ષે એક આત્મઘાતી હુમલાનો પ્રયાસ પણ ભારતમાં કરવામાં આવ્યો હતો, પણ તેમાં આ સંગઠનના આતંકી નિષ્ફળ રહ્યા હતાં કાઉન્ટ ટેરેરિઝમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આંતક અફઘાનિસ્તાનની બહાર કોઇ મોટા આંતકી હુમલાનો અંજામ આપવા માગતા હતા અને તેના માટે તેમણે ભારતને પસંદ કર્યું હતું. આ આતંકી સંગઠન અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના દક્ષિણ અશિયાના દેશોમાં સક્રિય છે. ભારતમાં પણ તેણે મોટો હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો જો કે તે નિષ્ફળ રહ્યો હતો.
આ પહેલા અમેરિકાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં આઇએસની ૨૦ બ્રાંચ છે. આ આંતકી સંગઠનો જુદા જુદા નામે સક્રિય છે પણ આઇએસ માટે કામ કરી રહ્યા છે. જોકે આ સંગઠનો અનેક દેશો માટે ખતરો સાબિત થઇ શકે છે. માત્ર અમેરિકા જ નહીં અન્ય દેશો પણ આ આતંકી સંગઠનોના નિશાન પર છે તેમ અમેરિકાએ જણાવ્યું હતું. આ ઉપરાંત આ આંતકી સંગઠન અફઘાનિસ્તાનમાં વધુ સક્રિય હોવાથી ત્યાંના જે અમેરિકા સૈનિકો છે તેને પણ વારંવાર હુમલાની ધમકી આપી રહ્યું છે. આ ખુલાસા બાદ હવે ભારતીય એજન્સીઓ પણ સક્રિય થઇ ગઇ છે અને આ સંગઠન સાથે સંકળાયેલ કોઇ આતંકી ભારતમાં હાલ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.