નૈરોબીઃ ૨૦૧૭માં એક જિરાફ અને તેના બચ્ચાની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી કારણ કે આ જિરાફ અન્ય જિરાફની જેમ બ્રાઉન નહી પણ એકદમ સફેદ રંગના હતા. જોકે હવે દુખદ અહેવાલ એવો છે કે, આવા માત્ર ત્રણ જિરાફ પૈકી માદા અને તેના બચ્ચાની શિકારીઓએ હત્યા કરી નાંખી છે.
ઉત્તર પૂર્વી કેન્યાના એક ગામમાં તેમના શબ મળી આવ્યા છે. આવું એક માત્ર જિરાફ જીવતું છે અને હવે દુનિયામાં આ એક જ સફેદ રંગનુ જિરાફ રહી ગયું છે. વન વિભાગના કહેવા પ્રમાણે મરનારા બે જિરાફ ત્રણ મહિના પહેલા દેખાયા હતા. આખા કેન્યા માટે આ દુખદ દિવસ છે.
આફ્રિકા વાઈલ્ડલાઈફ ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે એમ પણ જિરાફની વસતી ઘટી રહી છે. માસ અને ચામડી માટે શિકારીઓ તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.
૧૯૮૫માં જિરાફની સંખ્યા ૧.૫૫ લાખ હતી. હવે ઘટીને ૯૭૦૦૦ થઈ ગઈ છે. મરનારા સફેદ જિરાફ એક પ્રકારની જેનેટિક ખામી ધરાવતા હતા. જેના કારણે તેમની ચામડીનો રંગ સફેદ હતો.