નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા અને વર્તમાન મોદી સરકારમાં કુલ 72 સાંસદોને પ્રધાન બનાવવામાં આવ્યા છે. જોકે, પ્રથમ વખત એવું બન્યું છે કે કેન્દ્ર સરકારમાં એક પણ મુસ્લિમ નેતાનો સમાવેશ મંત્રીમંડળમાં કરાયો નથી.
18મી લોકસભા માટે થયેલી ચૂંટણીમાં ભાજપમાંથી કોઈ મુસ્લિમ ઉમેદવારને જીત નથી મળી. જોકે, એનડીએના સાથી પક્ષો દ્વારા પણ કોઈ પ્રધાનપદ માટે મુસ્લિમનું નામ સૂચવવામાં નહોતું આવ્યું. દેશ આઝાદ થયો તે બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે ભારત સરકારમાં એક પણ મુસ્લિમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી.
આ પહેલાની એનડીએ સરકારો પર નજર કરીએ તો અટલ બિહારી વાજપેયીની સરકારમાં સૈયદ શાહનવાઝ હુસૈનને ટેક્સટાઈલ મંત્રાલય અને નાગરિક ઊડ્ડયન
મંત્રી તરીકે સામેલ કરાયા હતા. જ્યારે અગાઉની
મોદી સરકારના કાર્યકાળમાં પણ મુખ્તાર અબ્બાસ
નક્વી મંત્રી હતા.