કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અશરફ ગની સતત બીજી વાર રાષ્ટ્રપતિ પદનાં શપથ લઇ રહ્યા હતા તે સ્થળ નજીક નવમીએ વિસ્ફોટ થયો હતો. શપથ સમારંભથી થોડે દૂર સતત અનેક ધડાકા અને ગોળીઓનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટનો અવાજ થતાં શપથ સમારંભમાં દોડાદોડી થઈ હતી. જોકે ગનીનાં બોડીગાર્ડ્સે તેમને તરત સુરક્ષાઘેરો કર્યો, પણ ગનીએ ત્યાં હાજર લોકોનો ઉત્સાહ વધારતાં ભાષણ ચાલું રાખ્યું. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે, અમે ધમાકાઓથી ડરવાના નથી. જો અફઘાનિસ્તાનને મારા બલિદાનની જરૂર છે તો હું ખુદનું બલિદાન આપવા તૈયાર છું. ધમાકા બાદ અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા અને રૂલા ગની પણ પોતાની જગ્યાએથી ઉભા થયાં અને હાથ ઊંચા કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પહેલા અશરફ ગનીનાં પ્રતિદ્વંદ્ધી અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ ખુદને રાષ્ટ્રપતિ જાહેર
કર્યા છે.