પેરિસઃ વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે એકલા ભારતમાં જ ૧.૨ અબજની વસતી પર ઝિકા વાઇરસનો ભય તોળાઈ રહ્યો છે. આ સિવાય આફ્રિકા, એશિયા, પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં ઝિકા નવેસરથી ફેલાઈ શકે છે. આ વિસ્તારોમાં વિશ્વની એક તૃતિયાંશથી વધુ વસતી એટલે કે ઓછામાં ઓછાં ૨.૬ અબજ લોકો રહે છે. આ લોકો વિશ્વના એવા હિસ્સામાં રહે છે જે હાલ ઝિકાથી પ્રભાવિત નથી, પણ અહીં મચ્છરોનો મોટા પ્રમાણમાં ત્રાસ છે. અહીંનું વાતાવરણ પણ ઝિકાના વાઇરસને ફેલાવા માટે યોગ્ય છે.