બામકોઃ માલી સરકારે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે અમારી સેના પર આતંકી હુમલો કરાયો હતો જેમાં ૫૩ સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. અગાઉ મેનાકા ક્ષેત્રમાં કરાયેલા હુમલામાં ૧૫ લોકોના માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. સરકારની પ્રવકતા યાહ્યા સંગારેએ કહ્યું હતું કે આ હુમલાની અત્યાર સુધી કોઇ પણ જુથે જવાબદારી સ્વીકારી નથી. નવેસરથી કરાયેલા હુમલાના કારણે પાટનગર બામકોમાં ફરીથી હિંસા ફાટી શકે છે જ્યાં સેનાના પરિવારના લોકો પહેલાંથી જ સુરક્ષા પૂરી પાડવા હડતાળ પર ઉતર્યા હતા. સૈનિકોના સબંધીઓનું કહેવું હતું કે સૈનિકોને પૂરતી સુરક્ષા પૂરી પડાઇ નથી. પરિણામે જેહાદી જુથો તેમની પર અવારનવાર હુમલા કરતા જાય છે.