માણસે જ્યારેથી જન્મ લીધો છે ત્યારથી તેનો ઇરાદો આભને આંબવાનો જ રહ્યો છે. ચાહે તો મકાનો બાંધીને હોય કે પછી આકાશમાં ઉડવાનો. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ ગગનચુંબી ઇમારતો બનાવાઇ અને આજની વિશ્વની સૌથી ઉંચી ૧૦૦૧ મીટરની લંબાઇ ધરાવતી ઇમારત 'કિંગ્ડમ ટાવર'નું નિર્માણ સાઉદી અરેબિયાના જેદ્દાહ ખાતે થનાર છે.
બીજી તરફ લંડનના 'શાર્ડ' કરતા થોડીક નાની અને સમગ્ર યુરોપની બીજા નંબરની ઉંચાઇ ધરાવતી 'વન અંડરશાફ્ટ' બિલ્ડીંગ માટે પ્લાનીંગ પરમીશન મંજુર કરવામાં આવી છે. સિંગાપોરના ડેવલપર્સ એરોલેન્ડ હોલ્ડીંગ્સ દ્વારા તે લંડનના ઘરકીન અને ચિઝગ્રેટર બિલ્ડીંગ નજીક બાંધવામાં આવશે. જેની ડિઝાઇન વિખ્યાત આર્કિટેક્ચર એરિક પેરી દ્વારા તૈયાર કરાઇ છે.
૨૦૨૦ સુધીમાં તૈયાર થનાર 'કિંગ્ડમ ટાવર'ના છેલ્લા ફેઝના બાંધકામ પેટે તેમને £૮૦૦ મિલિયનનુ ફંડ પણ મળ્યું છે. આ ટાવરમાં ૫.૩ મિલિયન સ્ક્વેર ફિટ વિસ્તારમાં દુકાનો, રેસ્ટોરંટ્સ, અોફિસ અને રહેવા માટે ફ્લેટ બનાવાશે. આ બિલ્ડીંગમાં ૨૦૦ રૂમની ફોર સિઝન્સ હોટેલ, હોટેલ સાથે જ જોડાયેલા ૧૨૧ સર્વિસ એપાર્ટમેન્ટ અને ૩૬૦ ફ્લેટનો પણ સમાવેશ કરાયો છે. ટાવરમાં ૨,૦૦૦ ફીટની ઉંચાઇ પર ૧૫૭મા માળે વિશ્વની સૌથી ટોચની અોબ્ઝવેરટરી બનાવાશે. જ્યારે ૧૨૫-૧૨૬મા માળ પર 'વ્યુઇંગ ડેક' બનાવાશે.
આ 'કિંગ્ડમ ટાવર' સામે યુરોપનું ટોચનું બિલ્ડીંગ શાર્ડ માત્ર ૩૧૦ મીટર ઉંચુ છે. તેના પછી એફિલ ટાવર (૩૨૪ મીટર), ન્યુ યોર્ક સીટીના વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (૫૪૦ મીટર), મક્કાના અબરાજ અલ-બૈત ટાવર્સ (૬૦૧ મીટર), શાંગહાઇના શાંગહાઇ ટાવર (૬૩૨ મીટર), દુબાઇના બુર્જ ખલીફા (૮૨૮ મીટર)નો નંબર આવે છે.