યેરેવનઃ મધ્ય એશિયાના બે દેશો આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તાર અંગે સપ્ટેમ્બરમાં શરૂ થયેલી લડાઇ શમ્યા પછી ફરી એક વખત લડાઈ ઊગ્ર સ્વરૂપ લીધું છે. બંને દેશો એકબીજા પર હુમલો કરવાનો આરોપ મૂકી રહ્યાં છે. આ લડાઈમાં અઝરબૈજાનના ૩ હજાર સૈનિકોનાં મોત થયાનું કહેવાય છે. આર્મેનિયાએ ૩જીએ દાવો કર્યો હતો કે, અઝરબૈજાનના ૩ વિમાનો તોડી પાડયા હતા. જોકે, અઝરબૈજાને તે અંગે કોઈ જ સત્તાવાર માહિતી આપી ન હતી.