નવી દિલ્હીઃ ઈઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ એપ્રિલના આરંભે ભારતની મુલાકાતે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિમંત્રણને સ્વીકારીને તેઓ ભારત અને ઈઝરાયલના સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠે ભારતની યાત્રાએ આવી રહ્યા છે. તેઓ બીજી એપ્રિલના રોજ ભારત પહોંચશે. બન્ને નેતાઓ વચ્ચે છેલ્લે ગયા ઓક્ટોબરમાં ગ્લાસ્ગોમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન દરમ્યાન મુલાકાત થઈ હતી. આ સમયે વડા પ્રધાન મોદીએ ઇઝરાયલના વડા પ્રધાનને ભારતની યાત્રાનું આમંત્રણ પાઠવ્યું હતું.