ફ્રાન્સના દરિયાકિનારે આવેલું બર્ક-સુર-મેર (Berk-Sur-Mer) શહેરને પતંગરસિયાઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરના પતંગરસિયાઓ કે જેઓ પતંગ ઉડ્ડયનના શોખ સાથે સંકળાયેલી વિવિધ રમતોમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા લોકો જીવનમાં એક વાર તો અચૂક અહીંની મુલાકાત લે જ છે. ગયા વિકેન્ડમાં બર્ક-સુર-મેરમાં 35મી ઈન્ટરનેશનલ કાઈટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના પતંગબાજો અને પતંગ ઉત્પાદકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાઇટ-શો દરમિયાન આકાશમાં વિવિધ રંગ રૂપ અને આકાર ધરાવતાં વિશાળકાય પતંગો આકાશમાં જોવા મળ્યા હતા. બર્ક-સુર-મેર પતંગના ઉત્પાદન અને બનાવટને લગતી વિવિધ ટેકનોલોજીસ ઉપરાંત અહીં પતંગ બનાવટ અને ડિઝાઈનિંગના એક્ઝિબિશનનું આયોજન પણ કરાયું હતું. જેમાં કેટલાક ઉત્પાદકો તો હાથસિલાઇ વડે મહાકાય પતંગ તૈયાર કરતાં હોવાનું પણ સામે આવ્યું હતું.