જેરુસલેમઃ ઈઝરાયેલમાં મૃત સમુદ્રના કિનારે એક ગુફામાંથી પુરાતત્વવિદોને કેટલીક અનોખી તલવારો અને હથિયારો મળ્યાં છે. આ તલવારો લગભગ 1900 વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આટલા સૈકા જૂની એક તલવાર પણ શોધવી ખૂબ મુશ્કેલ હોય છે, જ્યારે અહીં અમને એક જગ્યાએથી ચાર તલવારો મળી છે. આ તલવારોનો ઉપયોગ યહૂદીઓ અને રોમન સૈન્ય વચ્ચેના સંઘર્ષમાં થયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. આ તલવારો હજુ પણ સંપૂર્ણપણે સચવાયેલી છે અને તેમના મૂળ સ્વરૂપમાં છે. ત્રણ તલવારોની લંબાઈ 24થી 26 ઈંચ છે, જ્યારે એક 18 ઇંચની છે. ઇઝરાયેલ એન્ટિકવિટીઝ ઓથોરોટીના ડો. ક્લીનનું કહેવું છે કે આ એક અત્યંત દુર્લભ શોધ છે. આ પ્રકારની પ્રાચીન વસ્તુઓ ઈઝરાયેલમાં અગાઉ ક્યારેય મળી નથી.