યેરુસાલેમઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરીથી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. તેમના પક્ષ લિકુડને ૨૯ બેઠકો મળી છે. જ્યારે વિપક્ષ જિયોનિસ્ટને ૨૪ બેઠકો મળી છે. ચૂંટણીઓ અગાઉ એવું માનવામાં આવતું હતું કે નેતન્યાહુની હાર થશે. કારણ કે તેમણે પ્રચારના અંતિમ દિવસોમાં પેલેસ્ટાઇનીઓ સાથે સમાધાન માટેની મંત્રણાની પ્રતિબદ્ધતા છોડવાની વાત કહી હતી. સાથે જ તેમનું વલણ વધુ દક્ષિણપંથી દેખાતું હતું. વિપક્ષે હાર સ્વીકારીને નેતન્યાહુને જીતની શુભેચ્છા પાઠવી છે. અમેરિકાએ પણ નવી સરકારની સાથે કામ કરવાના સંકેત આપ્યા છે. લિકુડ પાર્ટી ચૂંટણીઓમાં સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવી છે પરંતુ મિશ્ર સરકાર બનાવવામાં મુશ્કેલી આવશે.