ઇઝરાયલી વડા પ્રધાન કોર્ટમાં હાજર

Tuesday 09th February 2021 14:34 EST
 

જેરુસલેમ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમની એક કોર્ટમાં હાજર થઈને કહ્યું કે, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ત્રણ આરોપોમાં હું દોષિત નથી. વડા પ્રધાને જજને કહ્યું કે, નેતન્યાહૂ પર ગત ૩ વર્ષમાં ૩ અલગ અલગ કેસમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કે લાંચ લેવાના આરોપો લાગ્યા હતા. આ આરોપો અંગે મેમાં સુનાવણી શરૂ થઇ હતી જેના બાદથી તે બીજી વખત કોર્ટ સમક્ષ હાજર થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter