જેેરૂસલેમઃ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ થયા છે. દેશના ઇતિહાસમાં પહેલી જ વાર કોઇક વડા પ્રધાન સામે આવા ગંભીર આક્ષેપ થયા છે. એટર્ની જનરલ એવિશાય મંડેલબ્લિટે ૨૨મી નવેમ્બરે નેતન્યાહૂ વિરુદ્ધ કોર્ટમાં ૬૩ પાનાનું આરોપનામું રજૂ કર્યું હતું. આરોપપત્રમાં જણાવ્યા મુજબ નેતન્યાહૂ અને તેમનાં પત્ની સારાને અન્યને રાજકીય લાભ પહોંચાડવા બદલ રૂ. ૧.૮૬ કરોડ (૨.૬ લાખ ડોલર) જેટલી કિંમતની મોંઘીદાટ ભેટો મળી હતી. તેમણે હકારાત્મક સમાચાર છપાવવા માટે બે મીડિયા હાઉસની મધ્યસ્થતા પણ કરી હતી. મીડિયા હાઉસને લાભ પહોંચાડવા સાંસદો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.