પાકિસ્તાનમાં ફરી એક વખત ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. આ દેશના એક પણ વડા પ્રધાન તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાન એક માત્ર એવા નેતા હતા કે જેમણે સૌથી લાંબો સમય શાસનધુરા સંભાળી. લિયાકત અલી ખાને ચાર વર્ષ અને બે મહિના સુધી વડા પ્રધાન પદ સંભાળ્યું હતું. પાકિસ્તાનમાં ત્રણ વાર સેના તખ્તા પલટો કરી ચૂકી છે તો કેટલાક વડા પ્રધાનોની સરકાર બરખાસ્ત થઈ હતી. એક વડાં પ્રધાનની હત્યા કરવામાં આવી હતી તો કોઈને વળી સુપ્રીમ કોર્ટે પદ પરથી દૂર કર્યા. પાકિસ્તાનના અત્યાર સુધીના વડા પ્રધાનમાંથી કોણે કેટલો સમય શાસનધૂરા સંભાળી તેની યાદી પર એક નજર.
• લિયાકત અલી ખાન 14 ઓગસ્ટ 1947 - 16 ઓક્ટોબર 1951
• ખ્વાજા નજીમુદ્દીન 17 ઓક્ટોબર 1951 - 17 એપ્રિલ 1953
• મોહમ્મદઅલી બોગરા 17 એપ્રિલ 1953 - 12 ઓગસ્ટ 1955
• ચૌધરી મોહમ્મદઅલી 12 ઓગસ્ટ 1955 - 12 સપ્ટેમ્બર 1956
• હુસેન શહીદ સુહરાવર્દી 12 સપ્ટેમ્બર 1956 - 17 ઓક્ટોબર 1957
• ઇબ્રાહીમ ઇસ્માઈલ ચૂંદરીગર 17 ઓક્ટોબર 1957 - 16 ડિસેમ્બર 1957
• સર ફિરોઝ ખાન નૂન 16 ડિસેમ્બર 1957 - 7 ઓક્ટોબર 1958
• નૂરુલ અમીન 7 ડિસેમ્બર 1971 - 20 ડિસેમ્બર 1971
• ઝુલ્ફીકાર અલી ભુટ્ટો 14 ઓગસ્ટ 1973 - 5 જુલાઈ 1977
• મોહમ્મદ ખાન જુનેજો 23 માર્ચ 1985 - 29 મે 1988
• બેનઝીર ભુટ્ટો 2 ડિસેમ્બર 1988 - 6 ઓગસ્ટ 1990
• નવાઝ શરીફ 6 નવેમ્બર 1990 - 18 જુલાઇ 1993
• બેનઝીર ભુટ્ટો 19 ઓક્ટોબર 1993 - 5 નવેમ્બર 1996
• નવાઝ શરીફ 17 ફેબ્રુઆરી 1997 - 12 ઓક્ટોબર 1999
• મીર ઝફરુલ્લાહ ખાન જમાલી 23 નવેમ્બર 2002 - 26 જૂન 2004
• ચૌધરી સુજાત હુસેન 30 જૂન 2004 - 26 ઓગસ્ટ 2004
• શૌકત અઝીઝ 28 ઓગસ્ટ 2004 - 15 નવેમ્બર 2007
• સૈયદ યુસુફ રઝા ગિલાની 25 માર્ચ 2008 - 19 જૂન 2012
• રાજા પરવેઝ અશરફ 22 જૂન 2012 - 24 માર્ચ 2013
• નવાઝ શરીફ 5 જૂન 2013 - 28 જુલાઈ 2017
• શાહિદ ખકાન અબ્બાસી 1 ઓગસ્ટ 2017 - 31 મે 2018
• ઇમરાન ખાન 18ઓગસ્ટ 2018 - 10 એપ્રિલ 2022