ન્યૂ યોર્કઃ વેનગાર્ડ ગ્રુપના કો-ફાઉન્ડર જોન ક્લિફટન બોગલેનું ૯૦ વર્ષની વયે નિધન થયું છે. બોગલેએ રિટેલ રોકાણકારો માટે રોકાણ સસ્તું બનાવ્યું હતું. બ્રોકર વિના સીધા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચવાનું ચલણ હાલ જોરમાં છે, પરંતુ બોગલેએ તેની શરૂઆત ૧૯૭૭માં કરી હતી. ફોર્બ્સના એક લેખ અનુસાર, ઇન્ડેક્સ ફંડમાં સીધું રોકાણ થતું હોવાથી દર વર્ષે રોકાણકારોના ૧૦૦ અબજ ડોલર અર્થાત રૂ. ૭ લાખ કરોડની બચત થાય છે.