જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની દાણચોરીમાં પકડાયેલા અને મતોની સજા પામેલા ગુરદીપ સિંહની સજા છેલ્લી ઘડીએ રોકવામાં આવી છે. ૨૮મી જુલાઈએ સવારે છેલ્લી ઘડીએ તેને મોતની સજા નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ દ્વારા ઇન્ડોનેશિયાની સરકાર સાથે સંપર્કમાં સાધવામાં આવ્યો હતો. અને ભારે રજૂઆત કરાયા બાદ ગુરદીપની સજા હાલ તુરત અટકાવાઈ હતી. ગુરદીપે આ પછી ફોન કરીને તેની પત્નીને કહ્યું હતું કે તેરા ગુરદીપ બચ ગયા, જોકે ગુરદીપને ડ્ર્ગ્સની દાણચોરીના કેસમાં ઇન્ડોનેશિયા સરકારે માફઈ આપી નથી, ફક્ત તેની મોતની સજા અટકાવાઈ છે. ગુરદીપ સહિત અન્ય ૧૦ દોષિતોને હવે ક્યારે મોતની સજા અપાશે તેની જાહેરાત કરાઈ નથી, આમ આ મુદ્દે હજી સસ્પેન્સ જાળવી રખાયું છે. સુષ્મા સ્વરાજે ટ્વિટમાં લખ્યું ચે કે અમે ગુરદીપની ૨૮ જુલાઈએ મતોની સજા પહેલાં તેનો જીવ બચાવવા કોશિશ કરી રહ્યા છીએ. ગુરદીપ મોતની સજા સામે હ્યુમનરાઇટ્સ એક્ટિવિસ્ટ વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.
ચમત્કાર હુઆઃ ગુરદીપ
ગુરદીપે પોતાની મોતની સજાને અટકાવવામાં આવી છે તેવી જાણ થયા પછી તેની પત્ની કહ્યું કે ચમત્કાર હુઆ... તેરા ગુરદીપ બચ ગયા. તેણે કહ્યું કે મને સવારે સજા માટે લઈ ગયા હતા. ૫-૭ મનિટમાં શું થયું તે ખબર નહીં પણ મને પાછો બોલાવી લેવાયો. ભારત સરકારે મને ઘણો સહકાર આપ્યો છે.