સુરાબાયાઃ ઈન્ડોનેશિયાના સુરાબાયામાં એક પછી એક ત્રણ ચર્ચ પર આત્મઘાતી હુમલા થયા હતા. તેમાં ૧૩ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે ૪૧ લોકોને ઈજા પહોંચી છે. આ હુમલો દેશમાં એવા સમયે થયો છે જ્યારે ૧૮ ઓગસ્ટથી એશિયન ગેમ્સ શરૂ થવાની છે. રવિવારે રાજધાની જકાર્તામાં તેની પહેલી પરેડ પણ નીકળી હતી.
ત્રણે વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ સવારે સાડા સાત વાગ્યાથી ૮ વાગ્યા વચ્ચે થયા હતા. તે સમયે આ ચર્ચોમાં ધાર્મિક સભાઓ ચાલી રહી હતી.
ઈન્ડોનેશિયા સૌથી વધુ વસતીવાળો મુસ્લિમ દેશ
ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધુ વસતીવાળો મુસ્લિમ દેશ છે. દેશની કુલ વસતી ૨૬ કરોડથી વધુ છે. તેમાં ૮૨ ટકા વસતી મુસ્લિમોની છે. આ સિવાય દેશમાં અંદાજે ૧૦ ટકા ખ્રિસ્તી રહે છે.
સહિષ્ણુતા તોડવાની કોશિશ
• ઈન્ડોનેશિયાની ગુપ્તચર એજન્સીનું કહેવું છે હુમલામાં 'જેમાહ અંશારુત દૌલાહ'નો હાથ હોઈ શકે છે. આ સંગઠન પોતાને આઈએસની વિંગ ગણાવે છે.
• હાલમાં ઈન્ડોનેશિયામાં જેલમાં કટ્ટરવાદીઓ સાથે દળોની અથડામણમાં ૫ સૈનિકો મર્યા.
• ઈન્ડોનેશિયામાં ૨૦૦૨થી ૨૦૧૦ વચ્ચે ૧૧ હુમલા થયા હતા. તેમાં ૨૦૦૨ના બાલી બ્લાસ્ટનો પણ સમાવેશ થાય છે, તેમાં ૨૦૦ લોકો માર્યા ગયા હતા.
• યુએસ દૂતાવાસે કહ્યું કે આતંકીઓ ઈન્ડોનેશિયાની સહિષ્ણુતા તોડવા માગે છે.