જાકાર્તાઃ ઇન્ડોનેશિયાના સુદુર મુલૂકુ ટાપુએ ૨૬મી સપ્ટેમ્બરે ભારે ભૂકંપના આંચકા આવ્યા. તેની તીવ્રતા ૬.૫ રહી હતી. આ ભૂકંપને કારણે ઇમારતો ધસવા લાગી અને ભયના માર્યા લોકો જીવ બચાવવા ઘરોમાંથી માર્ગો પર દોડી આવ્યા હતા. પ્રવક્તા એગસ વાઇબોએ જણાવ્યું કે ભૂકંપને લીધે એક નવજાત સહિત ૨૦ લોકો મૃત્યુ પામ્યા. ૧૦૦થી વધુ ઘવાયા હતા. ૨૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મોટાભાગના લોકો કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા છે.