દુબઇઃ સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ભારતીય ચેરિટી સંસ્થાએ રમઝાનના મહિનામાં સૌથી લાંબી ઈફ્તાર રાખી હતી જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પામી છે. પીસીટી હ્યુમનિટી સંસ્થાના જોગિંદર સિંહ સલારિયાએ જણાવ્યું કે, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી તેમની કંપની પહલ ઈન્ટરનેશનલ પરિસરમાં દરરોજ શાકાહારી ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગલ્ફ ન્યુઝના રિપોર્ટ પ્રમાણે ચેરિટી સંસ્થાએ ૧૮મીએ અબુધાબીમાં લોન્ગેસ્ટ લાઈન ઓફ હંગર રિલીફ પેકેજ માટે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.