વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે ઇરાન યુદ્ધ ઇચ્છતું હોય તો તેનો સત્તાવાર અંત થઈ જશે. ઇરાન અમેરિકાને ક્યારેય ધમકી ન આપે. ટ્રમ્પે રવિવારે રાતે ઇરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ હુમલા પછી આ ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જોન બોલ્ટને કહ્યું છે કે પ્રમુખ ટ્રમ્પે ઇરાન સરકારને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. હવે કોઈને કોઈ શંકા ન હોવી જોઈએ. આગળની સ્થિતિ માટે જવાબદારી ઇરાનની રહેશે. અમેરિકન સૈનિકોએ મધ્ય-પૂર્વમાં હાજરી વધારી છે. અહીં જંગી જહાજો ગોઠવાયાં છે. તેમાં પેટ્રિયટ મિસાઇલો, બી-૫૨ બોમ્બવર્ષક અને એફ-૧૫ ફાઈટર વિમાનનો સમાવેશ થાય છે. ટ્રમ્પે કેટલાક દિવસ પહેલાં કહ્યું હતું કે તે ઇરાન સાથે યુદ્ધ કરવાનું ટાળશે. તેના જવાબમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમૈનીએ કહ્યું કે ઇરાનનો અમેરિકા સામે યુદ્ધ કરવાનો ઇરાદો નથી, પરંતુ તે અમેરિકાનો વિરોધ ચાલુ રાખશે.અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી વચ્ચે ૧૫મીથી શરૂ થઈ હતી. અમેરિકાએ ઈરાકમાંથી તેના અધિકારીઓને પરત બોલવી લીધા હતા.