તહેરાનઃ ઇરાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતાં. ભૂકંપને કારણે પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઇરાનના દક્ષિણ પ્રાંતમાં એક ગામમાં ઇમારત તૂટી પડી હતી તેની હેઠળ દબાઈને ત્રણ લોકોનાં મોત થયા હતાં અને અન્ય 49 ઘવાયા હતાં. અહેવાલો અનુસાર ગાયલોમાં ઘણા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.
યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા જણાવાયું હતું કે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર હોર્મોજગન પ્રાંતના પોર્ટ શહેરથી દક્ષિણ-પશ્ચિમમાં 100 કિલોમીટર દૂર હતુ. જો કે દેશના અન્ય ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.