ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પ્રતિબંધિત કટ્ટરવાદી સંગઠન તહરીફ-એ-લબ્બૈક આગળ ઘૂંટણિયે પડી ચૂક્યા છે. હવે તેઓ ઇશનિંદાનો કાયદો દુનિયાભરમાં લાગુ કરાવવાનો કટ્ટરવાદીઓના એજન્ડા આગળ વધારી રહ્યા છે. તે માટે તેઓ મુસ્લિમ દેશોને એક કરવા પ્રયત્નશીલ છે. ઇમરાને કહ્યું કે ઇશનિંદા મામલે તમામ મુસ્લિમ દેશોએ એક થવું જોઇએ. ફ્રાન્સની જેમ જ્યાં ઇશનિંદાના મામલા સામે આવે તો દેશ માટે વ્યાપાર બંધ કરી દેવો જોઇએ.
તહરીફ-એ-લબ્બૈકે ફ્રાન્સમાં ઇશનિંદા મામલે પાક. ખાતેના ફ્રેન્ચ રાજદૂતને પરત મોકલવા માગ કરી હતી. બાદમાં આ સંગઠનના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને જબરદસ્ત હિંસા થઇ. તેના ત્રણ દિવસમાં ઇમરાન તહરીફ-એ-લબ્બૈક સામે ઝુકી ગયા અને હવે તેની માગણીઓ આગળ વધારી રહ્યા છે.