ઇસ્લામાબાદમાં હિન્દુ લગ્ન ધારાનો અમલ, પંડિતો માટે આકરા નિયમ

Wednesday 12th April 2023 07:17 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રશાસને હિન્દુઓના લગ્ન માટેના કાયદામાં સુધારાનો અમલ શરૂ કરી દીધો છે. જોકે સુધારો કર્યાના પાંચ વર્ષ બાદ તેનો અમલ થયો છે. આ કાયદો ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઇસ્લામાબાદ પ્રશાસન દ્વારા જાહેર નોટિફિકેશન મુજબ લઘુમતી સમાજમાં આવતા હિન્દુઓને પોતાના ધર્મ મુજબના રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવા છૂટ મળી ગઇ છે. આ સાથે જ પંજાબ, ખૈબર, બલુચિસ્તાનમાં પણ 2017માં પસાર કરાયેલા નવા કાયદાના અમલનો રસ્તો ખુલી ગયો છે. આ નિયમ મુજબ ઇસ્લામાબાદમાં હિન્દુઓના લગ્નોને મહારાજ દ્વારા નોંધવાની છૂટ અપાઇ છે. આ મહારાજનું કોઇ પંડિત હોવું ફરજિયાત રહેશે. સાથે જ તેની પાસે હિન્દુ ધર્મની પુરતી જાણકારી હોવી જોઇએ. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter