મુંબઈઃ મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને અલગ અલગ શહેરોમાં તેનાં ચારથી પાંચ ઘર છે. ભારતમાં મોદી સરકાર આવ્યા પછી ફફડી ઊઠ્યો છે, તેથી છેલ્લાં ત્રણ વર્ષમાં ચાર ઘર બદલ્યાં છે. ખુલાસો દાઉદના ભાઈ ઈકબાલ કાસકરે પોલીસ સમક્ષ કર્યો છે. તેણે પોલીસને એમ પણ જણાવ્યું કે દાઉદની પત્ની મેહજબી ગયા વર્ષે તેના પિતાને મળવા મુંબઈ આવી હતી. કાસકરની તાજેતરમાં થાણે પોલીસે ખંડણી વસૂલીના આરોપમાં ધરપકડ કરી હતી. થાણે પોલીસ મુજબ કાસકરે પૂછપરછમાં જણાવ્યું હતું કે મોદી સરકાર આવ્યા પછી ફોન ટેપ થવાની દાઉદે બીકે ત્રણ વર્ષમાં ભારતમાં એકેય ફોન કર્યો નથી.