જકાર્તા: ઈન્ડોનેશિયામાં લોંબોક ટાપુ પર રવિવારે આવેલા ૬.૯ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવાર સવાર સુધી ૧૦૦થી વધુ આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ૧૪૨ લોકો મૃત્યુ પામ્યા અને ૨૦૦થી વધુ ઘવાયા હતા. ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સોમવારે કહ્યું કે મોટા ભાગના લોકો કાટમાળ પડતાં મૃત્યુ પામ્યા હતા. ભૂકંપને કારણે લોકો ઇમારતોથી નીકળીને ભાગવા લાગ્યા હતા. રાતભર વીજળી ગાયબ રહેતા બચાવકર્મીઓને પણ મુશ્કેલી નડી હતી. મૃતક આંક વધી શકે છે. આફ્ટરશોકથી લોંબોક ટાપુના ૮૦ ટકા ઘર અને ઈમારતો ધસી પડ્યાં હતાં. ૨૦,૦૦૦થી વધુ બેઘર થઈ ગયા છે.