ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે દાવો કર્યો છે કે તે સરકાર માટે જરૂરી બહુમતના આકંડા સુધી પહોંચી ગઈ છે. તેને સમર્થ આપનારામાં ઈમરાનની વિરોધી રહેલી પાકિસ્તાન મુત્તહિદા કોમી મૂવમેન્ટ (એમક્યૂએમ-બી)નો પણ સમાવેશ થાય છે. શનિવારે એમક્યૂએમ-પીએ તેના છ સાંસદોનો ઈમરાનના પક્ષમાં સાથ આપનાનો પત્ર સોંપ્યો છે. આ સિવાય ચાર બેઠકો જીતનારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યૂ, બે સાસંદોવાળી ગ્રાન્ડ ડેમોક્રેટિક અલાયન્સ (જીડીએ), ચાર સંસદાાળી બલુચિસ્તાન અવામી પાર્ટી, એક-એક સાંસદવાળી અવામી મુસ્લિમ લીગ અને જમ્હૂરી વતન પાર્ટીએ પણ ઈમરાન ખાનને કેન્દ્રમાં સમર્થન આપ્યાની જાહેરાત કરી છે. આ સિવાય નવ અપક્ષ સાંસદોએ પણ ઈમરાનની સરકારને તેનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીમાં ૩૪૨ સભ્ય છે તેમાંથી ૨૭૨ બેઠકો પર ચૂંટણી થાય છે, જે ૨૫ જુલાઈએ થઈ હતી.