તહેરાન: ઈરાનનું એક પેસેન્જર વિમાન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડતાં તેમાં સવાર ૬૬ લોકોનાં મોત થયાના અહેવાલ છે. આ વિમાન તહેરાનથી યાસુજ જઈ રહ્યું હતું. ઈરાનની અસેમન એરલાઈન્સે જણાવ્યું હતું કે તેનું વિમાન દક્ષિણ ઈરાનમાં ક્રેશ થયું હતું અને વિમાનમાં સવાર ૬૬ લોકોનાં મોત થયાં હતાં. વિમાને તહેરાનના મેહરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડ્ડયન શરૂ કર્યું હતું. વિમાન એક બાળક સહિત ૬૦ પ્રવાસીઓ અને છ ક્રૂ મેમ્બર્સ સામેલ હતા. ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કાર્યમાં અવરોધ આવ્યો હતો. યાસુજ નજીક જ આ વિમાન ક્રેશ થયું હતું. જો કે હવામાન ખરાબ હોવાના કારણે તેના કાટમાળ સુધી પહોંચી શકાયું નથી એવા અહેવાલો પણ
મળ્યા છે.