ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પ્રોપેગેનેડા વોરમાં તાજેતરમાં તેજી આવી ગઈ છે. બીજી ફેબ્રુઆરીએ મીડિયામાં આવેલા સમાચારો મુજબ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની સેના બલૂન છોડી રહી છે. આ બલૂનમાં વપરાયેલાં ટોઇલેટ પેપર, નક્કામા ટિશ્યૂ અને સળગેલી સિગારેટોના ઠૂંઠાં ભરાયેલા હોય છે. ઉત્તર કોરિયાએ આ બલૂન મારફતે અત્યાર સુધીમાં આશરે ૧૦ લાખ કાગળનાં ફરફરિયા ફેંક્યા છે. જેની પર લખવામાં આવ્યું છે. ‘એન્ટી નોર્થ સાઇકોલોજિકલ વોરફેર બ્રોડકાસ્ટ બંધ કરો.’