સિઓલઃ ઉત્તર કોરિયાએ પ્રતિબંધોની અવગણના કરીને રવિવારે લાંબા અંતરનું રોકેટ લોન્ચ કર્યું છે. આ બાબતે અમેરિકા અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની અપીલ પર સાતમીએ મોડી રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક યોજવામાં આવી હતી.
ઉત્તર કોરિયાએ ગત છઠ્ઠી જાન્યુઆરીએ શક્તિશાળી હાઇડ્રોજન બોમ્બનું સફળ રીતે પરીક્ષણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. આ રોકેટ લોન્ચિંગને અમેરિકા સુધી માર કરવાનું પરીક્ષણ કરવા માટે બેલિસ્ટિક મિસાઇલનો ટેસ્ટ ગણવામાં આવી રહ્યો હતાે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે અમે ઉત્તર કોરિયાના રોકેટ લોન્ચિંગને શોધી કાઢ્યું છે.