વિશ્વના પહેલા રોબોટ આર્ટિસ્ટ આઈ-ડાએ ગણિતશાસ્ત્રી એલન ટ્યુરિંગનું 7.5 ફૂટનું પોટ્રેટ બનાવ્યું હતું. ‘એઆઈ ગોડ’ નામનું આ પોટ્રેટ રૂપિયા 9.15 કરોડમાં વેચાયું છે. આ રેકોર્ડ બ્રેકિંગ હરાજી સોધબી ડિજિટલ આર્ટ સેલ ખાતે કરાઈ હતી. એઆઈ રોબોટને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, એલન ટ્યુરિંગનું પોટ્રેટ એઆઈ અને કમ્પ્યુટિંગના સાચા ઉપયોગને દર્શાવે છે. એઆઈ રોબોટ આઈ-ડાનું નામ વિશ્વના પહેલા કમ્પ્યુટર પ્રોગ્રામર એડા લવલેસ પરથી નામ આપવામાં આવ્યું છે.