ટોક્યો: જાપાનમાં સૌથી પવિત્ર ગણાતા જીંગુ નામના ધાર્મિક સ્થળને દર 20 વર્ષે તોડીને નવું બનાવવાની પરંપરા છે. આ એક એવું ધાર્મિક સ્થળ છે જેને નવેસરથી બનાવવા માટે ખુદ ભકતો જ તેને તોડી નાખે છે. આ પરંપરા આજકાલ કરતાં 1300 વર્ષથી ચાલી આવે છે.
આ ધાર્મિક સ્થળ બે ભાગમાં વહેંચાયેલું છે. એક નાઇકુ એટલે કે આંતરિક મઠ અને બીજું, ગેકુ એટલે કે બહારનો મઠ. આ ધાર્મિક સ્થળને દર 20 વર્ષે તોડવાની વિધી શિંતો પરંપરા સાથે જોડાયેલી છે, જેને મુત્યુ અને પુનર્જીવન સાથે જોડવામાં આવે છે. આના થકી ધાર્મિક સ્થળ તૈયાર કરવાની કળા એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે. આ એક વિશિષ્ટ ઘટનાને યાદગાર બનાવવા માટે વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે, જેને ઓકિહિકી ફેસ્ટિવલ કહેવામાં આવે છે. આ ધાર્મિક સ્થળ તૈયાર કરવા માટે લોકો સાઇપ્રસના વૃક્ષોના લાકડા લઇને આવે છે. સામાન્ય રીતે 20 વર્ષે એક પેઢી બદલાઇ જતી હોય છે. છેલ્લે આ મઠને 2013માં તૈયાર કરવામાં આવ્યો હતો જે હવે પછી 63 મી વાર 2033માં તૈયાર કરાશે.