એક પતિને ૧૩ પત્ની અને બધી એકસાથે પ્રેગનેન્ટ

Friday 08th July 2016 06:58 EDT
 
 

નાઇજરઃ નાઈજિરિયાનો એક પુરુષ એક સાથે ૧૩ બાળકોનો પિતા બનવાનો છે. હકીકતમાં તેને ૧૩ પત્ની છે અને મજાની વાત એ છે કે તે તમામ એક સાથે પ્રેગનન્ટ છે. પ્રેગનન્ટ પત્નીઓ સાથેની તેની તસવીર સોશિયલ મીડિયામાં અત્યંત વાઈરલ બની છે અને તેના અંગે લોકો જાતભાતની ટિપ્પણી પણ કરી રહ્યા છે. તસવીરમાં દેખાય છે તે પ્રમાણે અને અહેવાલોમાં જણાવ્યા મુજબ આ ૧૩ મહિલાઓને એક પુરુષ સાથે લગ્ન કરવા અંગે કોઈ વાંધો પણ નથી. બલકે, તે તમામ તેની સાથે ખુશ છે. ૧૩ મહિલાઓ એકબીજાની ખુશી અને સુવિધાનો પણ ખ્યાલ રાખે છે, તેમ રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ પ્રમાણે મહિલાઓ વચ્ચેની પ્રેગનેન્સીનો ગાળો ત્રણ સપ્તાહથી પાંચ સપ્તાહ સુધીનો જ છે.

સામાન્ય રીતે એકથી વધુ પત્નીનો કાયદો ઈસ્લામ અને અન્ય આદિવાસી જાતિઓમાં છે, પણ આટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પ્રથા આફ્રિકાના કેટલાક દેશોમાં છે. નાઈજિરિયામાં અમુક આદિવાસીઓમાં આ પ્રથાનો લાભ ઘણા પુરુષો લઈ રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે આ કોઈએ કરેલો ફોટોશૂટ છે. સ્ટુડિયોમાં એક સાથે ૧૩ પ્રેગનન્ટ મહિલાઓને ઉભી રાખીને આ ફોટોશૂટ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter