લંડનઃ સોલિસીટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA) દ્વારા ત્રણ ડાયરેક્ટર પ્રજ્ઞેશ મોઢવાડીઆ, ઈદનાન લિઆકત અને શ્યામ મિસ્ત્રીને સસ્પેન્ડ કરી દેવાયા પછી એક્ઝિઓમ ઈન્સેએ સામાન્યપણે તેનો વેપાર ચાલુ રાખવા સાથે વધુ તપાસ માટે બહારના નિષ્ણાતોની સેવા લીધી છે.
એક્ઝિઓમ ઈન્સેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આંતરિક પૂછપરછોની સાથોસાથ કંપનીએ અગ્રણી એકાઉન્ટન્સી પ્રેક્ટિસ BDO ની સેવા મેળવી છે જેઓ સર્વગ્રાહી તપાસ અને સમીક્ષા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સમાચારમાં એક્ઝિઓમ ઈન્સે (અગાઉની એક્ઝિઓમ DWFM)ના ત્રણ ડાયરેક્ટર્સને સોલિસીટર્સ એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા વિશે વાચકોને ગત સપ્તાહે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.