નવી દિલ્હીઃ હવે કોઈ એનઆરઆઈ પુરુષ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તો તેવી સ્થિતિમાં આવા લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત થઈ શકે છે. સરકાર આ માટે એક વિશેષ બિલ લાવી છે જે આવા લગ્નની નોંધણીને ફરજિયા બનાવે છે. હાલ આ બિલને વિદેશી બાબતોની સંસદીય કમિટીને સોંપવામાં આવ્યું છે.
ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ એનઆરઆઈ પુરુષો વિદેશમાં લઈ જઈને મનમાની રાખે છે અથવા તરછોડી દે છે. જોકે, આવું ન થાય તેથી હવે એનઆરઆઈ પુરુષોએ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તેના ૩૦ દિવસની અંદર લગ્નની નોંધણી કરાવી લેવાની રહેશે. જો આ નિયમોનો ભંગ કરાય તો તેવા કિસ્સામાં પાસપોર્ટ જપ્ત અથવા રદ્દ થઈ શકે.