નવી દિલ્હીઃ એશિયાના સૌથી ધનિક ૨૦ ઉદ્યોગપતિઓ પાસે હવે ૪૫૦ બિલિયન ડોલરની જંગી સંપત્તિ છે. જે એશિયાના ૨૦ ગરીબ દેશો જેટલી છે. બ્લૂમબર્ગે તૈયાર કરેલી યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર ૫૦.૪ બિલિયન ડોલરની સંપત્તિ સાથે સૌથી ટોચે છે. શાપૂરજી પેલોનજી અને હિન્દુજા બ્રધર્સ પણ એશિયાના ૨૦ સૌથી ધનિક પરિવારોમાં સામેલ છે.
આ ૨૦ પરિવારોની સંપત્તિ એશિયાના ૨૦ ગરીબ દેશોની કુલ જીડીપી જેટલી છે. યાદીમાં નેપાળ, ભૂટાન અને અફઘાનિસ્તાન જેવા દેશો સામેલ છે. આઈએમએફે જારી કરેલી આંકડા મુજબ એશિયાના સૌથી ગરીબ ૨૦ દેશોની જીડીપી ૪૬૮.૫ બિલિયન ડોલર હતી. આ દેશોની સંયુક્ત વસતી આશરે ૨૧.૩૬ કરોડ હતી. ૨.૬ બિલિયન ડોલર સાથે ભૂટાન યાદીમાં સૌથી નીચે હતું. ટોપ-૨૦ ધનિકોની યાદીમાં બીજા નંબરે હોંગકોંગનો ક્વોક પરિવાર છે. આ પરિવારનો રિઅલ એસ્ટેટ પર કબજો છે. આ પરિવારની સંપત્તિ ૩૮ બિલિયન ડોલરની છે. ત્રીજા ક્રમે ચેરાવાનોન્ટ છે. થાઈલેન્ડમાં ફૂડ, રિટેલ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં વેપાર ધરાવતાં આ પરિવારની સંપત્તિ ૩૭.૯ બિલિયન ડોલર હતી.
• મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ, એનર્જી, ટેલિકોમ, રિટેલ) ૫૦.૪ બિલિયન ડોલર
• ક્વોક (હોંગ કોંગ, સન હંગ કાઈ પ્રોપર્ટીઝ) ૩૮ બિલિયન ડોલર
• ચેરાવાનોન્ટ (થાઈલેન્ડ, ફૂડ રિટેલ, ટેલિકોમ) ૩૭.૯ બિલિયન ડોલર
• હાર્ટોનો (ઈન્ડોનેશિયા, બેન્કિંગ સેક્ટર) ૩૨.૫ બિલિયન ડોલર
• લી (સાઉથ કોરિયા, સેમસંગ, શિપ બિલ્ડિંગ) ૨૮.૫ બિલિયન ડોલર
• યૂવિધયા (થાઈલેન્ડ, બેવરેજીસ) ૨૪.૫ બિલિયન ડોલર
• મિસ્ત્રી (ભારત, શાપુરજી પાલનજી ગ્રૂપ) ૨૧.૫ બિલિયન ડોલર
• સાય(ફિલિપાઈન્સ, બેન્કિંગ પ્રોપર્ટી, રિટેલ) ૨૦.૯ બિલિયન ડોલર
• ચિરાથીવટ (થાઈલેન્ડ, રિયલ એસ્ટેટ, રિટેલ) ૨૦.૩ બિલિયન ડોલર
• કાદૂરી (હોંગ કોંગ, પાવર જનરેશન, હોટલ) ૧૮.૫ બિલિયન ડોલર