સિડનીઃ ઓસીના સિડનીમાં લોવી ઇન્સ્ટિટયૂટ દ્વારા એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૦માં ૨૬ દેશોને જુદો જુદો રેન્ક અપાયો છે. આ યાદી પ્રમાણે એશિયાના દેશોમાં સૌથી વધુ પ્રભુત્વ અમેરિકા ધરાવે છે. એશિયા પેસિફિક દેશોમાં સૌથી વધુ વગદાર દેશ તરીકે ભારતનો ચોથો ક્રમ છે. કોરોનાને કારણે અમેરિકા તેમજ અન્ય દેશો દ્વારા ચીનને જવાબદાર ગણવામાં આવતા અને ચીનને ઈમેજ ખરડાવાને કારણે એશિયામાં ચીનનું પ્રભુત્વ ૫૦ ટકા ઘટી ગયું છે.