દુબઈઃ ઓમાનથી સંયુક્ત આરબ અમીરાતના દુબઈ સુધી જઈ રહેલી પ્રવાસી બસ સાતમી જૂને હાઇવે પરના એક સાઇનબોર્ડ સાથે ટકરાઈ જતાં અકસ્માતગ્રસ્ત બની હતી. આ અકસ્માતમાં આઠ ભારતીય સહિત ૧૭ પ્રવાસીનાં મોત થયાં હતાં. દુબઈ પોલીસે જણાવ્યું હતું કે, સાતમીએ સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૬ કલાકે શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ પર ઓમાનથી દુબઈ આવી રહેલી પ્રવાસી બસ એક સાઇનબોર્ડ સાથે ટકરાઈ અકસ્માતગ્રસ્ત બની હતી. જેમાં ઓછામાં ઓછા ૧૭ પ્રવાસીનાં મોત થયાં હતાં. અકસ્માતના પગલે ઓમાનમાં સરકારી માલિકીની બસ કંપની વસાલતે મસ્કતથી દુબઈ જતી બસ સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરી દીધી હતી.
અકસ્માતમાં ભારતીય મૃતકો
રાજગોપાલન, ફિરોઝખાન પઠાણ, રેશમા ફિરોઝખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અર્કાવીટ્ટીલ, કિરણ જ્હોની, વાસુદેવ, તિલકરામ જવાહર ઠાકુર