ઓળી-ઝોળી પીપળ પાન, મસ્કે પાડ્યું આ તે કેવું નામ?!

Friday 18th March 2022 05:54 EDT
 
 

નવી દિલ્હી: ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું નામ પણ જાહેર કર્યું છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડિસેમ્બર-૨૦૨૧માં એલન મસ્ક અને ગ્રિમ્સ બીજી વખત પેરેન્ટ્સ બન્યા હતા. એલન મસ્કે દીકરીનું નામ એક્સા ડાર્ક સાઈડરેલ ઉર્ફે વાય રાખ્યું છે.  ગ્રિમ્સે આ વિચિત્ર નામનો અર્થ પણ સમજાવ્યો હતો. એક્સા એક સુપર કમ્પ્યુટરિંગ ટર્મ છે અને એક્સા ફ્લોપ્સના સંદર્ભમાં વપરાય છે. જ્યારે ડાર્ક શબ્દ બ્રહ્માંડના ડાર્ક મેટરમાંથી લેવાયો હતો. સાઈડરેલ એટલે બ્રહ્માંડનો સમય. સ્ટાર અને ડીપ સ્પેસનો સમય જે આપણી પૃથ્વી અને અન્ય ગ્રહોથી અલગ છે. તમામનો સંગમ રચી મસ્કે દીકરીનું નામ એક્સા ડાર્ક સાઈડરેલ મસ્ક પાડયું હતું. 50 વર્ષના એલન મસ્કને પ્રથમ પત્નીથી પાંચ સંતાનો છે. ગ્રિમ્સથી બે સંતાનો છે. કુલ સાત સંતાનોમાંથી માર્ચ-૨૦૨૦માં જન્મેલા દીકરાનું નામ પણ વિચિત્ર રાખ્યું હતું. એલન મસ્કે દીકરાનું નામ એક્સ એઈ એ-12 ઉર્ફે એક્સ પાડયું હતું. હવે ફરીથી દીકરી માટે પણ આવું જ વિચિત્ર નામ પસંદ કર્યું હોવાથી સોશિયલ મીડિયામાં એલન મસ્ક આ મુદ્દે બહુ ટ્રોલ થયા છે.

સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું હતું કે એલન મસ્ક એવા જ નામ પાડે છે કે જે બોલવામાં જીભના લોચા વળી જાય છે. કમ્પ્યુટરિંગનું કોડિંગ કરતાં કરતાં નામ પાડી નાખે છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter