ભારતીય હાઈ કમિશન દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ધારકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે મુજબ OCI કાર્ડધારકની વય ૨૦ વર્ષની થાય ત્યાં સુધી જેટલી વખત તેમનો નવો પાસપોર્ટ જારી થાય ત્યારે OCI કાર્ડ રિ-ઈસ્યુ કરાવવાનું રહેશે. કાર્ડધારકની ઉંમર ૨૦ વર્ષ થઈ જાય તે પછી OCI કાર્ડ માત્ર એક વખત જ રિ-ઈસ્યુ કરાવવાનું રહેશે. કાર્ડધારકની ઉંમર ૨૧થી ૫૦ વર્ષ થાય ત્યાં સુધી જેટલી વખત તેમને નવો પાસપોર્ટ ઈસ્યુ થાય ત્યારે દર વખતે OCI કાર્ડ રિ-ઈસ્યુ કરાવવું ફરજિયાત નથી. જોકે, અરજદાર તેમના OCI ડોક્યુમેન્ટને તેમના/તેણીના હાલના પાસપોર્ટ સાથે લીંક કરવા માગતા હોય તો તેઓ/તેણી મિસેલિનિયસ સર્વિસીસ હેઠળ OCI રિન્યુઅલની અરજી કરી શકશે. OCI કાર્ડધારકની વય ૫૦ વર્ષ થયા પછી OCI કાર્ડ માત્ર એક વખત જ રિ-ઈસ્યુ કરાવવું જરૂરી છે. ૫૦ વર્ષે અથવા તેથી વધુની વયે OCI કાર્ડ ઈસ્યુ થયું હોય તો તેને રિન્યુ કરાવવું જરૂરી નથી. અરજદારે પ્રવાસ કરતી વખતે તેમનો હાલનો પાસપોર્ટ, OCI કાર્ડ અને OCI કાર્ડ જેની સાથે લીંક કરેલું હોય તે જૂનો પાસપોર્ટ (લાગૂ પડતું હોય તો) સાથે રાખવાનો રહેશે. આ બાબતે વધુ સ્પષ્ટતા માટે અરજદારે નીચેની લીંક (FAQs સહિત) જોવી.
(a) https://boi.gov.in/content/overseas-citizen-india-oci-cardholder