સિડની: દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં સપ્ટેમ્બર, ૨૦૧૯માં દાવાનળ લાગ્યો હતો. તીવ્ર હવાના કારણે આગ સતત પ્રસરતી રહી. દાવાનળના પગલે ઓસ્ટ્રેલિયાના પાંચ શહેરોને ખાલી કરી દેવાયાના અહેવાલ બીજી જાન્યુઆરીએ જાહેર થયા હતા. આ દાવાનળના પગલે ન્યૂ ઝીલેન્ડમાં પણ ઓરેન્જ એલર્ટ સર્જાયો છે. દાવાનળીથી આશરે ૨૪ લોકોનાં મોત થયા છે અને ૧૪૦૦થી વધુ ઘર ખાખ થયા છે. ઘટનાસ્થળની મુલાકાતે પહોંચેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસન સામે પીડિતોએ આક્રોશ વ્યક્ત કરતાં તેમને ‘ઈડિયટ’ કહ્યા અને તેમને વોટ નહીં આપવાનું કહ્યું હતું. આ આગમાં ૫૦ કરોડ જેટલાં સજીવો ભડથું થઈ ગયા હોવાનો અંદાજ છે.