લાહોરઃ પાકિસ્તાનનાં પૂર્વવિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે કહ્યું છે કે પાકિસ્તાને આર્થિક, રાજનૈતિક કે સૈન્યની દૃષ્ટિએ અમેરિકા પર આશ્રિત રહેવાને બદલે ભારત અને અન્ય પડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવા જોઈએ. ડોનમાં પ્રસિદ્ધ થયેલા એક ન્યૂઝ મુજબ હિનાએ કહ્યું છે કે પાકિસ્તાન બંને હાથમાં ભિક્ષાપાત્ર સાથે સન્માન મેળવી શકે નહીં. કટોરો લઈ ભીખ માગવા કરતા ભારત સાથે મિત્રતા કરવી જોઈએ. ઇસ્લામાબાદનું સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ અમેરિકા નહીં પણ ભારત, ઇરાન, ચીન અને અફઘાનિસ્તાન સાથે હોવું જોઈએ.