કરાચીઃ પાકિસ્તાનના કરાચી શહેરમાં ઇશનિંદા મુદ્દે ભારે વિવાદ થયો છે. શહેરના જાણીતા સ્ટાર સિટી મોલમાં ઉગ્ર બનેલા લોકોએ હિંસક પ્રદર્શન સાથે ભારે તોડફોડ કરી હતી. દક્ષિણ કોરિયન કંપની સેમસંગ દ્વારા કથિત રીતે ઇશનિંદ કરાવા મુદ્દે ભારે ધમાલ કરાઇ હતી. મોહમ્મદ પયંગબર વિરુદ્ધ ટિપ્પણી બદલ સેમસંગ પાકિસ્તાનના 27 કર્મચારીઓને અટકાયતમાં લેવાયા છે.
સેમસંગ કંપનીએ એક નિવેદન પ્રસિદ્ધ કરીને ઘટનાના સંબંધમાં માફી માગી હતી. કંપનીએ નિવેદનમાં કહ્યું હતું કે, તે ધાર્મિક મામલાઓમાં તટસ્થતા જાળવી રાખે છે અને કંપનીએ પ્રકરણની આંતરિક તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે કરાચીના સ્ટાર સિટી મોલમાં લગાવવામાં આવેલા એક વાઇફાઈ ઉપકરણના ક્યુઆર કોડમાં કથિત રીતે ઇશનિંદા કરતી ટિપ્પણી કરાઈ હતી.