ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રતિબંધિત જમાત-ઉદ્દ-દાવાના (જેયુડી)ના વડા હાફિઝ સઇદે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં રહેલાં હિન્દુ મંદિરો અને અન્ય બિન-મુસ્લિમ ધાર્મિક સ્થળોને તેમનું સંગઠન તૂટવા દેશે નહીં.
અન્ય ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવું તે મુસલમાનોની ફરજ છે એમ તેણે સિંધ પ્રાંતમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું. જમાત-ઉદ્-દાવા સિંધના થાર વિસ્તાર અને ભારતના સરહદી વિસ્તારોમાં આતંકવાદ ફેલાવે છે તેવા આરોપોને તેણે નકારી કાઢ્યા હતા. તેણે કાશ્મીરી મુસ્લિમોને પણ મદદ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.