૨૭ નવેમ્બરે થયેલા આ આત્મઘાતી વિસ્ફોટના પગલે કાબુલમાં તંગદિલી સર્જાઇ હતી. સલામતી દળોએ ઘટનાની આસપાસના વિસ્તારને ઘેરી લઇને સઘન તપાસ કરી હતી. બ્રિટનના વિદેશ પ્રધાન ફિલિપ હેમન્ડે કહ્યું હતું કે દુતાવાસના નાગરિક વિભાગનો એક રક્ષક તેમ જ બ્રિટિશ રાજદૂતાવાસ માટે કામ કરતા એક અફઘાન કર્મચારીના આ હુમલામાં મૃત્યુ થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોમાં બ્રિટનની સુરક્ષા ટીમના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે.