વોશિંગ્ટનઃ કોવિડ-૧૯ મહામારી વૈશ્વિક બેરોજગારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે આના કારણે વધુ ૨.૫ કરોડ લોકો બેરોજગાર બનશે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)એ આ અંગે નિવેદન બહાર પાડીને જાણકારી આપતાં જણાવ્યું છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને નીતિવિષયક પગલાં લેવામાં આવે તો બેરોજગારોની સંખ્યા ઘટી શકે છે. ‘કોવિડ-૧૯ અને રોજગારીનું વિશ્વ’ વિષય પર પ્રકાશિત પાડેલા અહેવાલમાં આઇએલઓએ જણાવ્યું છે કે, કોવિડ-૧૯ મહામારી લાખો લોકોને બેરોજગાર બનાવી શકે છે અને વિશ્વભરના શ્રમિકો ૩.૪ ટ્રિલિયન ડોલરની આવક ગુમાવી શકે છે. રોજગારીમાં ઘટાડો એટલે કામદારોની આવકને નુકસાન. વર્ષ ૨૦૨૦ના અંતભાગ સુધીમાં કામદારો ૮૬૦ બિલિયન ડોલરથી માંડીને ૩.૪ ટ્રિલિયન ડોલરની આવક ગુમાવી શકે છે.