કાળું નાણું છુપાવનારાને સ્વિત્ઝર્લેન્ડ કરતાં અમેરિકા વધુ પસંદ

Sunday 29th May 2022 07:05 EDT
 
 

વોશિંગ્ટનઃ બિનહિસાબી કે ગેરકાયદે કરેલી કાળી કમાણીને છુપાવવા માટે સ્વિત્ઝર્લેન્ડ દુનિયાભરમાં લોકો માટે સુરક્ષિત માનવામાં આવતું રહ્યું છે. જોકે હવે નવો અહેવાલ કહે છે કે સ્વિત્ઝર્લેન્ડનું સ્થાન અમેરિકા લઇ રહ્યું છે. કાળું નાણું છુપાવનર માટે અમેરિકા વધુ મદદગાર બની ગયું છે. અમેરિકામાં 2020 બાદથી નાણાકીય ગોપનીયતામાં લગભગ એક તૃતિયાંશ વધારો થયો છે. આ જાણકારી એડવાઇઝરી ગ્રૂપ ટેક્સ જસ્ટિસ નેટવર્ક (ટીજેએન)ના તાજા રિસર્ચમાં સામે આવી છે. આ અહેવાલના તારણ મુજબ, સંપત્તિના સ્વામિત્વને છુપાવવામાં અમેરિકા જેટલી નાણાકીય અને કાયદાકીય મદદ મળતી નથી. ટીજેએન વર્ષ ૨૦૦૯થી સંપત્તિના સ્વામિત્વને છુપાવવામાં ફાઇનાન્સિયલ સિસ્ટમ અને કાયદો કેટલો મદદરૂપ છે, તે આધારે વિભિન્ન દેશોની રેન્કિંગ જાહેર કરી રહ્યું છે. તાજેતરના રેન્કિંગમાં તેણે અમેરિકાને સર્વોચ્ચ સ્થાને મૂક્યું છે.
આ તેની અત્યાર સુધીની સૌથી ખરાબ રેન્કિંગ છે. માત્ર અમેરિકા જ નહીં, રિસર્ચ મુજબ વિશ્વની સાત મોટી અર્થવ્યવસ્થા જી-7માંથી પાંચ અમેરિકા, યૂકે, જાપાન, જર્મની અને ઇટલી નાણાંકીય ગોપનીયતા જાળવતા હોવાના કારણે અડધા વિશ્વમાં વિકાસ પર વિપરિત અસર પડે છે. આર્થિક બાબતોમાં ગોપનીયતા જાળવવાના મામલે સ્વિત્ઝર્લેન્ડ અને કાયમાન દ્વીપની લોકપ્રિયતા ઘટી ગઈ છે. સ્વિત્ઝર્લેન્ડ આ યાદીમાં હવે બીજા સ્થાને પહોંચી ગયું છે. અહીં અમેરિકાની તુલનામાં નાણાકીય ગોપનિયતાની સુવિધા અડધી છે. કાયમાન દ્વીપ જે એક સમયે પહેલા સ્થાને જોવા મળતું હતું, તે પણ હવે નીચે સરકીને 14મા સ્થાને આવી ગયું છે. તેનું કારણ નાણાકીય સેવાઓની સંખ્યા ઘટવું ગણવામાં આવે છે. જ્યારે મહાસત્તા અમેરિકા આ યાદીમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter