કાશ્મીર હિંસાને શરીફે ‘વીરોના સંઘર્ષ’ કહી નવાઝી

Thursday 21st July 2016 08:26 EDT
 
 

નવીદિલ્હીઃ ભારતીય જવાનોએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને માર્યો તે દિવસથી અલગતાવાદી કાશ્મીરીઓ અને નવાઝ શરીફ ભારતનો વિરોધ કરી રહ્યા છે. આતંકના દબાણ હેઠળ રહેલા પાકિસ્તાને ૨૦મી તારીખે વાનીના મોતના વિરોધમાં બ્લેક ડે પણ ઉજવ્યો હતો. આતંકીઓને ભંડોળ આપનારા અને આ ભંડોળથી તોફાન કરનારા કાશ્મીરીઓએ ભારત સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કર્યો છે.

સેના અને આતંકવાદીઓના દબાણ હેઠળ લાજ બચાવવા મથી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું હતું. કાળો દિવસ મનાવવા દરમિયાન શરીફે જણાવ્યું કે, ભારત પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા બે જ રસ્તા છે એક કે તે આ વિસ્તારમાં હિંસા ચાલુ રહેવા દે, જેણે અત્યાર સુધીમાં ૧૧ દિવસમાં ૪૫નો ભોગ લીધો છે. બીજો રસ્તો એ છે કે, તે વિવાદિત ઘાટી પ્રદેશના લોકોને તેમનો અધિકાર આપી દે. 

કાશ્મીર હિંસાને શરીફે ‘વીરોના સંઘર્ષ’ કહી નવાઝી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter