ન્યૂ યોર્ક: યુએનની જનરલ એસેમ્બલીને સંબોધતા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત રાગ કાશ્મીર આલાપ્યો હતો. તેમણે ફરી એક વખત ભારત પર પાયાવિહીન આક્ષેપોની ઝડી વરસાવી હતી. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી ફફડી ગયેલા ઈમરાન ખાને કહ્યું હતું કે કાશ્મીરમાંથી કરફ્યુ હટાવવામાં આવતા જ ખૂનખરાબા થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને આક્ષેપો કર્યા હતા કે મોદીએ ચૂંટણીપ્રચાર વેળા પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર ભાષણો કર્યા હતા.
પાક. વડા પ્રધાને એવો હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો હોવાથી તેઓ શસ્ત્રો ઉઠાવી રહ્યા છે. મુસ્લિમ યુવાનો ઇસ્લામ માટે નહીં, પણ અન્યાય થઈ રહ્યો હોવાથી હથિયાર ઉઠાવી રહ્યા છે. મુસ્લિમ યુવાનો ઇસ્લામ માટે નહીં, અન્યાય સામે લડવા હથિયારો ઉઠાવી રહ્યા છે.
ઈમરાન ખાને એવો દાવો કર્યો હતો કે પુલવામા હુમલા પછી અમે ભારત પાસે પુરાવા માગ્યા ત્યારે ભારતે અમને પુરાવાઓ પૂરા પાડવાને બદલે અમારા પર બોમ્બ વરસાવ્યા હતા.
એલટીટીઈ હિંદુ સંગઠન
ઇમરાન ખાને ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આત્મઘાતી આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ૯/૧૧ પહેલા સૌથી વધુ સુસાઈડ એટેક તામિલ ટાઈગર્સે કર્યાં હતા. તે હિંદુ સંગઠન હતું, પણ હિંદુઓ સામે શંકાની નજરે જોવામાં આવતું નથી. બીજી તરફ, ૯/૧૧ પછી લોકો ઇસ્લામને નિશાન બનાવવા લાગ્યા છે. હિજાબ હવે હથિયાર બની ગયું છે અને હિજાબ પહેરનાર સામે શંકાની નજરે જોવામાં આવે છે.